ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર થઈ છે. છેલ્લા ર૪ કલાકમાં ર૪૦ તાલુકામાં વરસાદ થયો છે. સાંતલપુરમાં સૌથી વધુ ૭ ઈંચ પાણી પડ્યું છે. રાજ્યના ર૦૭ જળાશય
ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર થઈ છે. છેલ્લા ર૪ કલાકમાં ર૪૦ તાલુકામાં વરસાદ થયો છે. સાંતલપુરમાં સૌથી વધુ ૭ ઈંચ પાણી પડ્યું છે. રાજ્યના ર૦૭ જળાશયોમાં નવા નીરનું આગમન થયું છે.
ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૃ થઈ ગયો છે. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં ર૪૦ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો પાટણના સાંતલપુરમાં નોંધાયો છે. સાંતલપુરમાં ર૪ કલાકમાં પોણાસાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કોટડા સાંગાણીમાં ૬ ઈંચ વરસાદ વરસતા ગામ બેટમાં ફેરવાયું હતું.
છેલ્લા ર૪ કલાકમાં અબડાસા, સુઈગામ અને ખંભાળિયામાં સવાપાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ઉપલેટામાં પ ઈંચ, વંથલીમાં સવાચાર ઈંચ, ગોંડલ, બરવાળા, ચોટીલામાં ૩.પ ઈંચ, ગઢડા, વડગામ અને કેશોદમાં પણ ૩.પ ઈંચ વરસાદ, રાપર, દાંતિવાડામાં અને રાજકોટમાં ૩ ઈંચ વરસાદ નોંધાયોછે.
અત્યાર સુધીમાં જ ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૪૪ ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં બે રાઉન્ડ પછી ૧૧ર ટકા વરસાદ નોંધાયો છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલ સુધીમાં સિઝનનો સરેરાશ ૬૩ ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં અનુક્રમે ૪પ,૩ર અને ૩૦% જેટલો વરસાદ વરસી ગયો છે.
COMMENTS