નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડ (NHSRCL) ના જણાવ્યા મુજબ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીએ હવે રફ્તાર પકડી છે. આ પ્રોજેક્ટ હેઠળ ઓ
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડ (NHSRCL) ના જણાવ્યા મુજબ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીએ હવે રફ્તાર પકડી છે. આ પ્રોજેક્ટ હેઠળ ઓસ્ટ્રીયન ટનલિંગ મેથડ દ્વારા વલસાડના ઉમરગામ પાસે ઝારોલીમાં ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 350 મીટર લાંબી ટનલમાં 12.6 મીટરનો વ્યાસ ધરાવે છે અને 10.25 મીટરની ઉંચાઇ ધરાવે છે. સિંગલ ટ્યૂબ ટનલમાં 2 હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના 2 ટ્રેક નાખવામાં આવશે.
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનના રૂટમાં કુલ 7 માઉન્ટેન ટનલ એટલે કે પહાડી સુરંગ હશે. તમામનું નિર્માણ NATM દ્વારા થશે જેમાં ડ્રીલીંગ, પહાડોમાં ખોદકામ, બ્લાસ્ટિંગ, મશીનરી નાખવી સહિતની તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. હાઇ સ્પીડ કોરિડોરમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પાસે 21 કિમીની ટનલ નાખવામાં આવશે, આ ઉપરાંત થાણે ખાડીની અંદર પણ એક ટનલનું નિર્માણ કરવામાં આવશે જે 7 કિલોમીટરની હશે. થાણેની આ ટનલ દેશની સૌપ્રથમ અંડરસી ટનલ હશે.
મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ પાછળ કુલ 1.08 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. શેર હોલ્ડિંગ પેટર્ન મુજબ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો આ પ્રોજેક્ટમાં સામેલ હોવાથી કેન્દ્ર સરકાર પહેલા NHSRCLને 10 હજાર કરોડ રૂપિયા ચૂકવશે, ત્યારબાદ બંને રાજ્યોને 5000 કરોડ રૂપિયા ચૂકવાશે. આ સિવાયના ખર્ચને પહોંચી વળવા જાપાન પાસેથી લોન લેવામાં આવશે.
COMMENTS