ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનનો આવતીકાલે ઈઝરાયેલ પ્રવાસ ગોઠવાયો છે. વિદેશમંત્રી એન્ટની બ્લિંકને પુષ્ટિ કરતા કહ્યું હતું કે, આ
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનનો આવતીકાલે ઈઝરાયેલ પ્રવાસ ગોઠવાયો છે. વિદેશમંત્રી એન્ટની બ્લિંકને પુષ્ટિ કરતા કહ્યું હતું કે, આ ઈઝરાયેલ, મધ્ય પૂર્વ અને વિશ્વ માટે ખૂબ જ નાજુક ક્ષણ છે.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આવતીકાલે બુધવારે તેલ અવીવ જશે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને આ માહિતી આપી હતી. મંગળવારે વહેલી સવારે તેલ અવીવમાં મીડિયાને સંબોધતા બ્લિંકને કહ્યું કે, આ ઈઝરાયેલ, મધ્ય પૂૃવ અને વિશ્વ માટે ખૂબ જ નાજુક ક્ષણ છે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ બાઈડેન બુધવારે ઈઝરાયેલની મુલાકાત લેશે.
આજે વહેલી સવારે ઈઝરાયેલમાં બ્લિંકને આ વાતની પુષ્ટિ મીડિયા સામે કરી હતી. તેમને કહ્યું કે, હાલનો સમય ઈઝરાયેલ, મધ્ય પૂર્વ ઉપરાંત આખા વિશ્વ માટે નાજુક ક્ષણ છે. જેને ધ્યાને લઈને રાષ્ટ્રપતિ બાઈડેન બુધવારે ઈઝરાયેલની મુલાકાત લેશે
.
અમેરિકાના રાષ્ટ્રપતિએ અગાઉ કહ્યું હતું કે, ઈઝરાયેલ યુદ્ધના નિયમો અનુસાર કાર્ય કરશે અને નિર્દોષ નાગરિકોને દવા, ભોજન અને પાણી પહોંચાડશે. તેમજ વધુમાં કહ્યું કે, ઈઝરાયેલે લાંબા સમય સુધી વિસ્તારને નિયંત્રિત ના કરવો જોઈએ. તેની જગ્યાએ વિસ્તારને પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા સંચાલિત કરવું જોઈએ. ઈઝરાયેલને ચેતવણી આપતા કહ્યું કે, તેમના માટે ગાઝા પર ફરી કબજો કરવો એક મોટી ભૂલ હશે. મહત્ત્વપૂર્ણ છે કે ૧૯૬૭ ના મધ્ય પૂર્વ યુદ્ધમાં ઈઝરાયેલે વેસ્ટ બેંક, ગાઝા અને પૂર્વી જેરૃસલેમ પર કબજો કરી લીધો હતો.
ભીષણ યુદ્ધની ભયાનક્તા
ઈઝરાયેલ અને હમાસના યુદ્ધને ૧૦ દિવસ વિતિ ગયા છે, ત્યારે ઈઝરાયેલી સેનાના જણાવ્યા મુજબ ગાઝામાં ૧૯૯ લોકોને બંધક બનાવાયા છે. આ સંખ્યા વધુ પણ હોઈ શકે છે. બન્ને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં ૪ હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમાસ શાસિત ગાઝા પટ્ટીમાં લગભગ ર૩ લાખ લોકો રહે છે, જ્યાં સંપૂર્ણ ઘેરાબંધી કરવામાં આવી છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગૈલેન્ટે સોમવારે કહ્યું કે, ગાઝાની સંપૂર્ણ ઘેરાબંધી કરવામાં આવશે.
COMMENTS