ગુજરાતભરમાં અનરાધાર વરસાદથી 218 રોડ બંધ કરાયા, નવ સ્ટેટ હાઈવે પર અવરજવર સ્થગિત

HomeGujarat

ગુજરાતભરમાં અનરાધાર વરસાદથી 218 રોડ બંધ કરાયા, નવ સ્ટેટ હાઈવે પર અવરજવર સ્થગિત

ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં વરસાદના કારણે રાજ્યના ૨૧૮ રોડ બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે નવ જેટલાં

સ્ટાર કોપ ભૂપેન્દ્ર નાનુભાઈએ સલાબતપુરા પોલીસ સ્ટેશનું ગૌરવ વધાર્યું, સમગ્ર પોલીસ ટીમને અભિનંદન
અમદાવાદમાં વસતા પાકિસ્તાની આશ્રિતોને ભારતીય નાગરિકતા મળી, 108 શરણાર્થીને નાગરિકતા પત્ર એનાયત કરાયા
ગુજરાત સરકારના 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓ થશે ફરજિયાત નિવૃત્ત?

ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં વરસાદના કારણે રાજ્યના ૨૧૮ રોડ બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે નવ જેટલાં સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પંચાયત હસ્તકના ૧૯૮ રોડ અને ૧૧ અન્ય માર્ગો બંધ થયા હતા. જેમાં સૌથી વધુ રસ્તા નવસારીમાં ૬૭ માર્ગો બંધ થયા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૨ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વિવિધ સ્થાનો પર જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત વલસાડમાં ૫૪ રસ્તા બંધ થયા હતા જ્યારે તાપી જિલ્લામાં ૨૨, સુરત જિલ્લામાં ૨૫ માર્ગો, ડાંગ જિલ્લામાં ૧૪ માર્ગો બંધ અને જૂનાગઢ જિલ્લામાં ૧૩ માર્ગો બંધ થયા હતા. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં ત્રણ રૂટ પર પાંચ ટ્રીપ રદ થઈ હતી. સુરેન્દ્રનગર બે રૂટ પર ચાર ટ્રીપ રદ થઈ હતી, રાજ્યમાં ભારે વરસાદના કારણે એસટી બસના રૂટને અસર થઈ હતી. જેમાં રાજ્યમા કુલ ૩૨ રૂટ રદ્દ કરવામાં આવ્યા હતા. ૩૨ રૂટની ૧૦૪ ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ જામનગરમાં ૨૭ રૂટ પર ૬૪ ટ્રીપ રદ કરવામાં આવી હતી. જ્યારે જૂનાગઢમાં એસટી ડિવિઝનની ૧૫૮ ટ્રીપો રદ કરવામાં આવી હતી. ગ્રામ્ય પંથકમાં પાણી ભરાતા રૂટ બંધ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં ભારે વરસાદના કારણે જ્યાં એક તરફ રસ્તા બંધ થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ ભારે વરસાદના કારણે ૨૩ ગામોમા વીજ પુરવઠાને અસર થઈ હતી. જેમાં જાફરાબાદના ૧૦ ગામોમાં વીજળી ગૂલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અંજારના નવ અને ભૂજના એક ગામમા વીજળી ગુલ થઈ હતી. જૂનાગઢના એક જ્યારે ઉનાના બે ગામોમા વીજળી ગુલ થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મેઘરાજાનું જોર યથાવત છે. સવારે ૮ વાગ્યાથી લઈને ૧૦ વાગ્યા સુધીમાં ૭૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમરેલીના ધારીમાં બે કલાકમાં ૪-૫ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વિસાવદરમાં વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. શનિવારે સવારે છ વાગ્યા સુધીમાં ૧૬ ઇંચ વરસાદ પડી ચૂક્યો હતો.

પાછલા ચોવીસ ક્લાક દરમિયાન સમગ્ર રીતે ૧૬ ઇંચ વરસાદ પડી ચૂક્યો હતો. વલસાડના ધરમપુરમાં પણ બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો. સોમનાથના તાલાળામાં પણ સવારે ૮થી ૧૦ દરમિયાન બે ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે રાજ્યમાં ચાર કલાકમાં ૧૧૩ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના ભેંસાણમાં સૌથી વધુ ૬ ઈંચ જેટલો વરસાદ પડ્યો. વલસાડના ધરમપુરમાં સાડા ચાર ઈંચ તો ૨૮ તાલુકામાં ૧ ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0