દ.આફ્રિકા: જહોનિસ્બર્ગમાં બહુમાળી ઈમારતમાં ભીષણ આગમાં 60 થી વધુ લોકોના કરૃણ મોત

HomeInternationalWorld

દ.આફ્રિકા: જહોનિસ્બર્ગમાં બહુમાળી ઈમારતમાં ભીષણ આગમાં 60 થી વધુ લોકોના કરૃણ મોત

દક્ષિણ આફ્રિકાના જહોનિસ્બર્ગમાં બિલ્ડિંગમાં ભયંકર આગ, લાગતા ૬૦ થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. દક્ષિણ આફ્રિકાના જહોનિ

અહમદિયા મુસ્લિમોને ‘કાફિર’ ન કહી શકાય, કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડને આપ્યો કડક સંદેશ
માયાવતીની મોટી જાહેરાત, BSP એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે, કોઈપણ ગઠબંધનનો કર્યો ઈન્કાર
“ભાજપ નેતા કિરીટ સોમૈયાનો પોર્ન વીડિયો રિઅલ છે”: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં નવો વળાંક!

દક્ષિણ આફ્રિકાના જહોનિસ્બર્ગમાં બિલ્ડિંગમાં ભયંકર આગ, લાગતા ૬૦ થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ આફ્રિકાના જહોનિસ્બર્ગમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાથી અત્યાર સુધીમાં ૬૦ થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ભીષણ આગની ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ભીષણ આગ પાંચ માળની બિલ્ડીંગમાં લાગી હતી. ઘટનાની સૂચના મળતા ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. આગ પર કાબુ મેળવવાનું અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનામાં અત્યાર સુધીમાં ૬૦ થી વધુ લોકોના મોત થયા છે અને સંખ્યાબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઈમરજન્સી મેનેજમેન્ટ સર્વિસના પ્રવકતા રોબર્ટ મુલાઉડઝીએ જણાવ્યું કે, અમને અત્યાર સુધીમાં ૬૦ થી વધુ મૃતદેહો મળી આવ્યા છે અને ૪૩ લોકો ઘાયલ થયા છે સારવાર ચાલી રહી છે. આ ઘટના જહોનિસ્બર્ગના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીકટમાં બની છે. આગ લાગવાના કારણ વિશે હજુ સુધી જાણ નથી થઈ. હાલમાં બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે. આ આગ ભારતીય સમય પ્રમાણે સવારે પ વાગ્યે લાગી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0