ભાજપના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા, તબિયત સુધારા પર

HomeGujarat

ભાજપના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા, તબિયત સુધારા પર

ભાજપના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત અચાનક લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. તબીયત ખરાબ થતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હાલ યુએન મહેતા હોસ્પ

સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના મેયર વચ્ચે તણખા ઝર્યા, રિવાબા બોલ્યા, “ઓકાતમાં રહેજો”
દિવા તળે અંધારું: ગાંધીનગરમાં વક્ફ બોર્ડની ઓફિસ નજીક કાર્યરત બયતુલ માલ ટ્રસ્ટમાં નાણાકીય ગેરરિતીઓ, વહીવટદાર નિમાયા, ફેરફાર રિપોર્ટ નામંજુર, તપાસના આદેશ
કમબખ્ત ઈશ્ક: પોલીસવાળાને યુવતી સાથે થયો પ્રેમ, અડધી રાત્રે પ્રેમિકાને લઈ ભાગી ગયો

ભાજપના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત અચાનક લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. તબીયત ખરાબ થતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હાલ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ લવાયા હતા. જે પછી તેમની સારવાર શરુ કરવામાં આવી છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપના સિનિયર મંત્રી છે. તેમને આજે અચાનક છાતીમા દુખાવો થવાની ફરિયાદ હતી. તેમને ગભરામણ પણ થઇ રહી હતી. જે પછી ભૂપેન્દ્ર ચુડાસમાને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર ચુડાસમાને હોસ્પિટલ લાવ્યા બાદ તેમના બેઝિક બ્લડ રિપોર્ટ અને ઇકો રિપોર્ટ કરવામાં આવ્યા છે. આ તમામ રિપોર્ટ આવ્યા પછી તેમના સ્વાસ્થ્ય વિશે વધુ માહિતી જાણી શકાશે અને તે પ્રમાણે આગળની આગળની સારવાર હાથ ધરી શકાશે.

મળતી માહિતી પ્રમાણે હાલ યુએન મહેતા હોસ્પિટલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સારવાર માટે સિનિયર તબીબો હાજર છે. તેમજ તેમની સારવાર માટે ખૂબ જ કાળજી રાખવામાં આવી રહી છે. તેમજ મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત હાલ સુધારા પર છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0