સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના મેયર વચ્ચે તણખા ઝર્યા, રિવાબા બોલ્યા, “ઓકાતમાં રહેજો”

HomeGujaratPolitics

સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના મેયર વચ્ચે તણખા ઝર્યા, રિવાબા બોલ્યા, “ઓકાતમાં રહેજો”

એક તરફ ભાજપ સરકારમાં બધું સુમુસુતરું ચાલી રહ્યું છે તો બીજી તરફ સંગઠનમાં આંતરકલહ ધીમે ધીમે વધી રહ્યો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. જામનગર ભાજપના ત્રણ

અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન પહેલા ભાજપને આંચકો, NDA સહયોગીએ આપ્યું વિપક્ષને સમર્થન
દિલ્હીમાં યમુના નદી રેકોર્ડબ્રેક જળસ્તરે વહેતા જનજીવન ઠપ્પઃ શાળાઓ બંધ
“ટૂંક સમયમાં અમે અલવિદા કહીશું…”: ટ્વિટર બ્રાન્ડ, લોગોને લઈ એલન મસ્કનો મોટો ધડાકો

એક તરફ ભાજપ સરકારમાં બધું સુમુસુતરું ચાલી રહ્યું છે તો બીજી તરફ સંગઠનમાં આંતરકલહ ધીમે ધીમે વધી રહ્યો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. જામનગર ભાજપના ત્રણ ટોચના મહિલા આગેવાન વચ્ચે તું.. તું.. મેં..મે..નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં જામનગરના મેયર ઉપરાંત જામનગર ગ્રામીણના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ વચ્ચે ચાલેલી ચર્ચા ખાસ્સી ચર્ચાસ્પદ બની છે.

ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે તણખા ઝર્યા હતા. ‘ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા’ તેવું બીનાબેનને રીવાબા જાડેજાએ રોકડું પરખાવી દીધું હોવાનું વાયરલ વીડિયો પરથી જાણી શકાય છે.

મહત્વની વાત એ છે મેયર અને ધારાસભ્યને સમજાવવા ગયેલા સાંસદ પૂનમબેન માડમ પણ રિવાબાની ઝપટે ચડી ગયા હતા. ત્રણેય વચ્ચેનો શાબ્દિક જંગ ખાસ્સો એવો ચાલ્યો હતો. વચ્ચે ઉભેલા આગેવાન બન્નેને થાળે પાડવાની કોશિશ કરતાં જોવા મળી રહ્યા છે.

મીડિયાની હાજરીમાં મહિલા આગેવાનોના તમાશાના ઘેરા પ્રત્યાઘાત પડેલા જોવા મળી રહ્યા છે. જામનગર ભાજપના જ્વાળામુખીની ઘટના ગાંધીનગર- દિલ્હી સુધી પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0