બ્રિટનના એક ગુપ્ત રિપોર્ટ મુજબ અમેરિકી જહાજોને ફસાવવા ચીને પીળા સમુદ્રમાં બીછાવેલી જાળમાં ચીનની જ સબમરીન ફસાઈ જતા પપ ચીની સૈનિકો માર્યા ગયા છે. જો કે
બ્રિટનના એક ગુપ્ત રિપોર્ટ મુજબ અમેરિકી જહાજોને ફસાવવા ચીને પીળા સમુદ્રમાં બીછાવેલી જાળમાં ચીનની જ સબમરીન ફસાઈ જતા પપ ચીની સૈનિકો માર્યા ગયા છે. જો કે, આ અંગે ચીન નનૈયો ભણી રહ્યો હોવાના અહેવાલો છે.
પીળા સમુદ્રમાં ઓછામાં ઓછા પપ ચીની સૈનિકોના માર્યા ગયાના અહેવાલો મળી રહ્યાં છે. અહેવાલ અનુસાર ચીનની એક પરમાણુ સબમરીન પીળા સમુદ્રમાં વિદેશી જહાજો માટે બનાવાયેલી જાળમાં ફસાઈ ગઈ હતી. પરમાણુ સબમરીન પીળા સમુદ્રમાં બ્રિટીશ અને અમેરિકી જહાજોને ફસાવવાના ઈરાદે બીછાવેલી જાળમાં પોતે જ ફસાઈ ગઈ હતી, તેથી ‘શિકારી ખુદ શિકાર હો ગયા’ જેવો ઘાટ સર્જાયો હતો.
બ્રિટનના એક ગુપ્ત રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, સબમરીનને એક ચેઈન અને એંકર જાળનો સામનો કરવો પડ્યો હતો. સબમરીનની ઓક્સિજન સિસ્ટમમાં ખામી સર્જાતા સબમરીન ચાલકો મૃત્યુ પામી ગયા હતાં. સબમરીનમાં સવાર નાવિકોમાંથી કોઈનો પણ જીવ બચાવી શકાયો નથી. જીવ ગુમાવનારા નેવીના અધિકારીઓમાં ચીનની પીએલએ નેવીની સબમરીન ‘૦૯૩-૪૧૭’ ના કેપ્ટન અને ર૧ અન્ય અધિકારીઓ સામેલ છે. જો કે, ચીને સત્તાવાર રીતે આ ઘટનાનો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે આ મામલે કોઈ આંતરરાષ્ટ્રીય મદદ લેવાનો પણ ઈન્કાર કરી દીધો છે.
માહિતી અનુસાર ગુપ્ત રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ચીનની નેવીના સૈનિકોના મોત સબમરીનમાં ઓક્સિજન સિસ્ટમ બગડવાને લીધે થયા હતાં. એક મિશનને અંજામ આપતી વખતે સબમીરન એક દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ હતી. આ ઘટના ર૧-ઓગસ્ટના રોજ ૮.૧ર વાગ્યે થઈ હતી. દુર્ઘટનામાં પપ સૈનિકોના મોત નીપજ્યા જેમાં ૨૨ અધિકારી, સાત અધિકારી કેડેટ, ૯ જુનિયર અધિકારી અને ૧૭ નાવિકો સામેલ હોવાની માહિતી મળી રહી છે. મૃતકોમાં કેપ્ટન જૂ યોંગ પેંગ પણ સામેલ હોવાનો દાવો કરાયો છે.
COMMENTS