સોનોગ્રાફીના રેકોર્ડની જાળવણી નહીં કરનાર ડોક્ટરની સજા યથાવત રાખતી સુરતની સેશન્સ કોર્ટ, આરોગ્ય વિભાગ વતી વકીલ તરીકે મુખ્તીયાર શેખ, યાહયા શેખે કરી દલીલો

HomeGujarat

સોનોગ્રાફીના રેકોર્ડની જાળવણી નહીં કરનાર ડોક્ટરની સજા યથાવત રાખતી સુરતની સેશન્સ કોર્ટ, આરોગ્ય વિભાગ વતી વકીલ તરીકે મુખ્તીયાર શેખ, યાહયા શેખે કરી દલીલો

સુરતના કામરેજ ખાતે આવેલી સાંઈ હોસ્પિટલના ડોક્ટર દ્વારા સોનોગ્રાફીના રેકોર્ડની જાળવણી નહીં કરવાના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે ડોક્ટરને ટ્રાયલ કોર્ટ દ્

સુપ્રીમ કોર્ટે ગુજરાતની બળાત્કાર પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી, કહ્યું,”લગ્ન પૂર્વેની ગર્ભાવસ્થા ખતરનાક”
યુનિફોર્મ સિવિલ કોડને લઈ “આપ”માં ધમાચકડી, રાજપીપળાના આદિવાસી નેતા પ્રફુલ વસાવાનું AAPમાંથી રાજીનામું
ગુજરાત હાઇકોર્ટે કહ્યું ’ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ કે નેમ પ્લેટ વિના નહીં ફરી શકે’

સુરતના કામરેજ ખાતે આવેલી સાંઈ હોસ્પિટલના ડોક્ટર દ્વારા સોનોગ્રાફીના રેકોર્ડની જાળવણી નહીં કરવાના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે ડોક્ટરને ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજા યથવાત રાખતો હુકમ કર્યો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ડીસ્ટ્રીકટ એપ્રોપ્રિએટ ઓથોરિટી, સુરત ડોક્ટર આર.કે.કંછલ સુરતનાઓ જેઓ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજવતા હતા. 2011ના મે મહિનાની ચોથી તારીખે ડો.રમેશ એમ. કુમાવતની હોસ્પિટલ નામે સાંઈ હોસ્પિટલ હાર્ટ એન્ડ જનરલ હોસ્પિટલ તથા પ્રસૃતિગૃહ, ઠેકાણું: ભવાની કોમ્પ્લેક્સ, કામરેજ ચાર રસ્તા, સુરત ખાતે તપાસ કરતા તપાસ દરમિયાન આરોપી ડોક્ટરની હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની સોનોગ્રાફી કર્યા બાદ કાયદેસર રીતે જાળવવાના થતા રેકર્ડની જાળવણી કરવામાં આવી ન હતી..

આને લઈને પીસી એન્ડ પીએનડીટી એક્ટના કાયદાની જોગવાઈઓનો ભંગ જણાઈ આવતા આરોપી વિરુદ્ધ કઠોરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કઠોરની કોર્ટમાં ફોજદારી કેસ નંબર 1389/2016 થી દાખલ કરાયો હતો. ફરિયાદપક્ષ દ્વારા કોર્ટમાં આરોપી વિરુદ્ધ પુરાવો રજૂ થયા બાદ કઠોરની મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા 23-12-2021ના રોજ હુકમ કરી આરોપી ડોક્ટરને કાયદાના ભંગ બદલ દોષિત ઠરાવી ત્રણ માસની સખત કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.

મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમથી નારાજ થઈ આરોપી ડોક્ટર દ્વારા સુરતના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજની કોર્ટમાં ફોજદારી અપીલ નંબર 8/2022થી જરૂરી અપીલ દાખલ કરી હતી. જેમાં મૂળ ફરિયાદી આરોગ્ય વિભાગ(પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. સેલ) તરફે વકીલ મુખ્તીયાર અહેમદ શેખ અને યાહયા મુખ્તીયાર શેખ હાજર થયા હતા.

કોર્ટમાં દલીલ કરતાં સુરતની સેશન્સ કોર્ટે વકીલ મુખ્તીયાર અહેમદ શેખ અને યાહયા મુખ્તીયાર શેખની દલીલો ગ્રાહ્ય રાખી તા.18-4-2024ના રોજ અપીલના અંગે હુકમ કરી આરોપી ડોક્ટરની અપીલ રદ્દ કરી હતી અને ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજાનો હુકમ કાયમ રાખ્યો હતો. આરોપી ડોક્ટર રમેશ એમ કુમાવતને કસ્ટડીમાં લેવાનો હુકમ ફરમાવી આરોપી ડોક્ટરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 2