ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે ઠગાઈ કરનાર નાસતા ફરતા વોન્ટેડ આરોપીને 20 વર્ષ બાદ ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ

HomeGujarat

ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે ઠગાઈ કરનાર નાસતા ફરતા વોન્ટેડ આરોપીને 20 વર્ષ બાદ ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ

ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સાથે કુલ 9,38,4976ની છેતરપિંડી કરી છેલ્લા 20 વર્ષથી પોતાની ધરપકડથી બચવા નાસતા ફરતા વોન્ટેડ આરોપીને સલાબતપુરા સર્વેલન્સ સ્

સુરત:અસલમ મોબાઈલના રાજીનામા બાદ એંગ્લોમાં નવા સભ્યને કો-ઓપ્ટ કરવાને લઈ ગરમાટો, કોને લેવાશે? અટકળો જોરમાં
દ્વારકા પહોંચેલી કંગના રણૌતે આપ્યા લોકસભા ચૂંટણી લડવાના સંકેતો
15 કિમી દુર સુધી નહીં આવવું પડે, સુરત મહાનગરપાલિકા સચિનમાં શરુ કરશે 50 બેડની હોસ્પિટલ

ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સાથે કુલ 9,38,4976ની છેતરપિંડી કરી છેલ્લા 20 વર્ષથી પોતાની ધરપકડથી બચવા નાસતા ફરતા વોન્ટેડ આરોપીને સલાબતપુરા સર્વેલન્સ સ્ટાફની ટીમે દબોચી લઈને સફળતા પ્રાપ્ત કરી છે.

વિગતો મુજબ.પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર, સેકટર-1 તથા નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી, મદદનીશ પોલીસ કમિશનર “સી” ડીવીઝન ચિરાગ પટેલ દ્વારા છેતરપીંડીના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાને લઈ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ.બીઆર રબારીના માર્ગદર્શન તથા સેકન્ડ પીઆઈ શીતલ.શાહના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વીવી ત્રિપાઠી, પીએસઆઈ જેએસ વળવી, પોલીસ ટીમે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ આધારે વર્ક આઉટમાં હતા.

આ દરમિયાન અહેકો કિશોરભાઇ ધીરૂભાઇ, અહેકો વિક્રમભાઇ ગોવિંદભાઇ, અપોકો સંજયભાઇ જશુભાઇને મળેલી આધારભુત બાતમીના આધારે સુરત, ગોડાદરા, હરીક્રિષ્ના સોસાયટી પાસેથી સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સાથે 9,38,497 રુપિયાની છેતરપિડીના ગુનામાં પાછલા વીસ વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ ગોપાલદાસ તુલશીદાસ વૈષ્ણવ ઉં.વ.૩૮, ધંધો નોકરી, રહે. ઘર નં.ઐશ્વત, હરિકૃષ્ણ સોસાયટી, સંસ્કૃતી માર્કેટની સામે,પર્વતગામ, ગોડાદરા, સુરત, મુળ વતન, ગામ-સાગેસર, તા.જી.પાલી (રાજસ્થાન)ને ઝડપી પાડી સફળતા હાંસલ કરી છે.

આ કામગીરીમાં સલાબતપુરાના પીઆઈ બીઆર રબારીના માર્ગદર્શન તથા સેકન્ડ પીઆઈ શીતલ.શાહના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વીવીત્રીપાઠી, પીએસઆઈ જેએસવળવી ઉપરાંત અહેકો કિશોરભાઇ ધીરૂભાઇ, અહેકો વિક્રમભાઇ ગોવિંદભાઇ, અહેકો દર્શનકુમાર શૈલેષભાઇ અને અહેકો સંજયભાઇ જશુભાઇનો સમાવેશ થાય છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0