રાજ્યમાં લાંબા વિરામ બાદ હળવા-વરસાદનુ આગમન

HomeGujarat

રાજ્યમાં લાંબા વિરામ બાદ હળવા-વરસાદનુ આગમન

રાજ્યમાં આશરે એકાદ માસના લાંબા વિરામ બાદ ફરી રાજ્યમાં વરસાદી વાતાવરણ ક્રમશ આકાર લઈ રહેલ છે. છેલ્લા ૨ દિવસથી રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં છૂટોછવાયા હળ

મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટ 21 જુલાઈએ કરશે સુનાવણી, સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારી છે બે વર્ષની સજા
અમદાવાદમાં ભારત-પાક. ક્રિકેટ મેચની ડુપ્લીકેટ ટિકિટનું પકડાયું કૌભાંડ, ચારની ધરપકડ
વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો: ઈન્ડિયા ગઠબંધને NDAને પછાડ્યું, 13 માંથી 10 બેઠકો જીતી, ભાજપને મોટું નુકશાન

રાજ્યમાં આશરે એકાદ માસના લાંબા વિરામ બાદ ફરી રાજ્યમાં વરસાદી વાતાવરણ ક્રમશ આકાર લઈ રહેલ છે. છેલ્લા ૨ દિવસથી રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં છૂટોછવાયા હળવા અને મઘ્યમ વરસાદી આગમનની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આજે રાજ્યના સરહદી વિસ્તારના જીલ્લાઓ દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, પંચમહાલ, જૂનાગઢ અને રાજકોટ જીલ્લાના કેટલાક ગ્રામ્ય પંથકમાં વરસાદનુ પુનરાગમન થતા ખેડૂતોના જીવન તાળવે ચોંટેલા તે હેઠા બેઠા હતા.

વરસાદના આગમનથી ખેતરમાં ઉના પાકને જીવતદાન મળી જવા પામેલ છે. જેમાં મકાઈ, ડાંગર, કપાસ, એરંડા, જુવાર, મગફળી, શેરડી ત્થા ડાંગરનો સમાવેશ થાય છે.

આજે દ્વારકા જીલ્લાના કલ્યાણપુર અને ટંકારીયા ગ્રામ્ય પંથક, અરવલ્લી જીલ્લાના શામળાજી, મેઘરજ, પંચમહાલના દાહોદ, ગોધરા, વડોદરા છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જીલ્લાના સહદી વિસ્તારના ગ્રામ્ય પંથક મેઘ આગમનથી ભીજાયા હતા. કલ્યાણપુર, ગોધરા, શામળાજી પંથકમાં વરસાદનુ આગમન થતા લોકો-ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામેલ છે.

ચોમાસાની ઋતુના ત્રીજા તબક્કાના વરસાદનુ હળવી ચાલે આગમન થઈ રહયુ હોવાથી છેલ્લા એક માસથી સ્થિર બનેલ રાજ્યમાં વરસાદની ટકાવારીના મીટરમાં ઝીણી હલચલ શરૂ થવા પામેલ છે. આગામી તા.૧૧ થી આ મીટરનો કાંટો ફરી વધુ આગળ ધપતો નિહાળવવા મળશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0