નકલી પોલીસ, બનાવટી કલેક્ટર બાદ હવે નકલી નાયબ કલેક્ટર બનીને ફરતી મહિલાની પોલીસે ધરપકડ કરી છે. બારડોલીના બાબેન ગામમાં બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી
નકલી પોલીસ, બનાવટી કલેક્ટર બાદ હવે નકલી નાયબ કલેક્ટર બનીને ફરતી મહિલાની પોલીસે ધરપકડ કરી છે. બારડોલીના બાબેન ગામમાં બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલને જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો છે. નેહા પટેલની સામે સુરત શહેરમાં પણ કેસ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે કરી ઠગાઈનું કારસ્તાન કર્યું હતું. નેહા પટેલ પોતે ડેપ્યુટી કલેકટરની ઓળખ આપી ખેડૂત રામુભાઈ ચૌધરી ના ઘરે પહોંચી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
અગાઉ નેહા પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) માં કામ કરતી હોવાનું જણાવી વિકાસના કામોનું ટેન્ડર ભરી કમાણી કરવાની લાલચ આપી હતી અને મબલખ રુપિયા પડાવ્યા હતા. રોકેલ પૈસા કમિશન સાથે ખેડૂતને મળી જશે તેવી લાલચ આપી હતી. ટેન્ડર પેટે 22.28 લાખની છેતરપિંડી કરતા માંડવી પોલીસ મથકે નોંધાવામાં આવ્યા બાદ પોલીસે આરોપી નેહા પટેલની કરી ધરપકડ હતી.
COMMENTS