2.60 ગ્રામ MD તથા નશાયુક્ત સીરપની 122 બોતલ સાથે બેને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ

HomeGujarat

2.60 ગ્રામ MD તથા નશાયુક્ત સીરપની 122 બોતલ સાથે બેને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ

સુરતની સલાબતપુરા પોલીસે નશામૂક્ત સુરત અભિયાન અંતર્ગત શરુ કરેલી ઝૂંબેશમાં એમડી ડ્રગ્સ અને નશાયુક્ત બોતલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ સૂત્

સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણી, સ્ટેડીંગ કમિટી ચેરમેન બનતા રાજન પટેલ
ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
ભરતપુર અકસ્માતઃ નેશનલ હાઈવે પર મોતનો તાંડવ,ભાવનગરથી આગ્રા જઈ રહેલા 12 લોકોનાં મોત

સુરતની સલાબતપુરા પોલીસે નશામૂક્ત સુરત અભિયાન અંતર્ગત શરુ કરેલી ઝૂંબેશમાં એમડી ડ્રગ્સ અને નશાયુક્ત બોતલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા “NO DRUGS IN SURAT CITY” અભિયાનને સફળ બનાવવાના હેતુથી સેકટર-1નાં જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી અને “સી” ડીવીઝન મદદનીશ પોલીસ કમિશનર ચિરાગ પટેલે માદક અને કેફી દ્રવ્યોની હેરાફેરી તથા વેચાણ કરનારા ઇસમોને પકડી પાડવા સારૂ જરૂરી સુચના આપી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના પગલે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ બીઆર રબારી તથા સેકન્ડ પીઆઈ શીતલ શાહના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોસઇ વીવી ત્રિપાઠી તેમજ પોલીસ સ્ટાફે હ્યુમન સોર્સિસનાં આધારે આવા કેશો શોધી કાઢવા માટે વર્ક આઉટમાં હતા. આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના અહેકો ભુપેન્દ્રભાઇ નાનુભાઇને મળેલી આધારભુત બાતમીના આધારે રૂસ્તમપુરા અકબર શહીદના ટેકરો, શેરઅલી બાવાની દરગાહ પાસે ઘર.નં-2/5002 માંથી બે ઇસમોને પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સ 2.60 ગ્રામ તથા હાલમાં નશો કરવામાં ઉપયોગમાં લેવાતી (Conex.T) નામની સીરપની નાની મોટી મળી કુલ 122 બોતલ સાથે ઝડપી પાડી બન્ને શખ્સો વિરુધ્ધ NDPS એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ત્રણ જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.

પોલીસની રેડમાં મોહમદ કામીલ સુલેમાન શેખ (ઉ.વ.28 રહે-ઘર.નં-285002, શેરઅલી બાવાની દરગાહ પાસે,અકબર શહીદનો ટેકરો, રૂસ્તમપુરા સલાબતપુરા) અને રીઝવાન ઇકબાલ શેખ (ઉ.વ.20 રહે-ઘર,નં-2/5002, શેરઅલી બાવાની દરગાહ પાસે અકબર શહીદનો ટેકરો, રૂસ્તમપુરા સલાબતપુરા) પકડાઈ જવા પામ્યા હતા.

સલાબતપુરા પોલીસે 3.25,000 રુપિયાની કિંમતનો 2.60 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા નશાયુક્ત (Conex.T) સીરપની નાની મોટી અને 3.94.830 રુપિયાની કિમત ધરાવતી 122 બોતલ સહિત મોબાઈલ અન રોકડા રુપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1