પોતાને કલ્કીનો અવતાર ગણાવવાથી માંડીને ચંદ્રયાનને અંગે વિવાદિત ટિપ્પણી કરી ચર્ચામાં રહેવા માટે સતત બફાટ કરતા રહેતા રાજકોટના રમેશ ફેફર સામે પોલીસે કાર્
પોતાને કલ્કીનો અવતાર ગણાવવાથી માંડીને ચંદ્રયાનને અંગે વિવાદિત ટિપ્પણી કરી ચર્ચામાં રહેવા માટે સતત બફાટ કરતા રહેતા રાજકોટના રમેશ ફેફર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરતા તેની અટકાયત કરી છે. રમેશ ફેફરે ભગવાન પરશુરામ પર પણ વિવાદિત નિવેદન આપી બ્રહ્મસમાજનું અપમાન કર્યું હતું જેને પગલે બ્રહ્મસમાજના આગેવાનોએ પોલીસને લઇ તેના ઘરે પહોંચી હતી અને તેની સામે પગલા લેવા માગણી કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટીએ રમેશ ફેફરનું મોં કાળું કરનાર વ્યક્તિને રૂ. 11 હજારનું ઇનામ આપશે તેવી જાહેરાત કરી છે.
રમેશ ફેફર રાજકોટના એક નિવૃત્ત સરકારી અધિકારી તરીકે પોતાની ઓળખ આપે છે અને અલગ અલગ મુદ્દે બેફામ વાણીવિલાસ કરી ચર્ચામાં રહેવાના પ્રયાસ કરતો રહે છે. આ પહેલા તેણે પોતાની જાતને કલ્કિનો અવતાર ગણાવી લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ હિંદુ ધર્મના તમામ મંદિરો પેટ ભરવાના સાધન છે, કળિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વેપારીઓ ભ્રષ્ટ થયા છે., શેરીની સફાઈ કરનારા જ શ્રેષ્ઠ છે તેવા નિવેદનો આપ્યાં હતા. આટલું ઓછું હોય તેમ આ મહાનુભાવે પોતાના મૃત્યુ અંગે પણ ગપગોળા હાંકતા કહ્યું હતું કે મારું એકવાર મોત થઈ ચૂક્યું છે. હું 14 દિવસ મારા શરીરમાં નહોતો.
જો કે આ વ્યક્તિ કોઇ માનસિક બીમારીથી પીડાતો હોવાનું જણાઇ આવતા રાજકોટના જ એક ન્યુરોસર્જન ડો. હેમાંગ વસાવડાએ નિવેદન આપ્યું હતું કે તેઓ રમેશ ફેફરની સારવાર સાવ નિ:શુલ્ક રીતે કરી આપવા તૈયાર છે.
COMMENTS