ચંદ્રયાન-3એ કર્યો કમાલ, પ્રજ્ઞાને શોધી કાઢ્યું એવું કે જે જોઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો થયા આશ્ચર્યચકિત

HomeScienceScience

ચંદ્રયાન-3એ કર્યો કમાલ, પ્રજ્ઞાને શોધી કાઢ્યું એવું કે જે જોઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો થયા આશ્ચર્યચકિત

ભારતનું ચંદ્રયાન 3 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. આ ધ્રુવ સુધી પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. આ કરીને ભારતની સ્પેસ એજન્

13મીથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર, રાષ્ટ્રપતિ મુર્મુ પ્રથમ વખત સંબોધશે
મણિપુરમાં સેનાની મોટી કાર્યવાહી,તોફાનીઓનાં 12 બંકરો નષ્ટ, મોર્ટાર-IED મળી આવ્યા
“ઈન્ડિયન મુજાહિદ્દીન અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં પણ ઈન્ડિયા”PM મોદીનાં વિરોધ પક્ષોના INDIA ગઠબંધન પર આકરા પ્રહારો

ભારતનું ચંદ્રયાન 3 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. આ ધ્રુવ સુધી પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. આ કરીને ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ ઈતિહાસ રચ્યો. ચંદ્રયાન 3ના ત્યાં આગમન પછી વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે 14 પૃથ્વી દિવસો સુધી ઘણા મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કર્યા. આ જોઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

પ્રજ્ઞાન રોવર દ્વારા મોકલવામાં આવેલા ડેટામાં જાણવા મળ્યું છે કે તેની જમીનમાં આયર્ન, ટાઇટેનિયમ, એલ્યુમિનિયમ અને કેલ્શિયમ સિવાય સલ્ફર પણ મળી આવ્યું છે જેનાથી વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અમેરિકન રિસર્ચ પ્રોફેસર જેફરી ગિલિસ ડેવિસે તેમના એક લેખમાં દાવો કર્યો હતો કે, “મારા જેવા ગ્રહોના વૈજ્ઞાનિકો જાણે છે કે ચંદ્રના ખડકો અને માટીમાં સલ્ફર મોજૂદ છે, પરંતુ ખૂબ જ ઓછી માત્રામાં.” “આ નવા ડેટા સૂચવે છે કે સલ્ફરની સાંદ્રતા અંદાજ કરતાં વધુ હોઈ શકે છે.”

પ્રજ્ઞાન આ રીતે માટીનું વિશ્લેષણ કરે છે

ચંદ્રયાન 3 સાથે પ્રજ્ઞાન રોવર પાસે બે ઉપકરણો છે જે જમીનનું વિશ્લેષણ કરે છે – એક આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર અને લેસર પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોમીટર. આ બંને ઉપકરણોએ ઉતરાણ સ્થળની નજીકની જમીનમાં સલ્ફર શોધી કાઢ્યું છે. પહેલા એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે અહીં સલ્ફરની ખૂબ જ ઓછી માત્રા છે, પરંતુ પ્રજ્ઞાન દ્વારા આપવામાં આવેલા ડેટા બાદ દુનિયાભરના વૈજ્ઞાનિકોની ધારણા બદલાઈ ગઈ છે.

કેવી રીતે કરી શકાશે ઉપયોગ?

અમેરિકન રિસર્ચ પ્રોફેસર જેફ્રીએ આ જ લેખમાં લખ્યું છે કે લાંબા સમયથી અવકાશ એજન્સીઓ ત્યાં તેમનો પાયો તૈયાર કરવા માગે છે.હવે ત્યાં મળેલા સલ્ફરનો ઉપયોગ સોલાર સેલ અને બેટરી બનાવવા માટે સંસાધન તરીકે થઈ શકે છે. તમને જણાવી દઈએ કે બાંધકામ માટે સલ્ફર આધારિત ખાતર અને કોંક્રીટ બનાવવામાં આવે છે. તેમાંથી બનેલા કોંક્રીટના ઘણા ફાયદા છે જેમ કે સામાન્ય કોંક્રીટની ઈંટને સૂકવવામાં એક અઠવાડીયા કે દસ દિવસ લાગે છે, સલ્ફર આધારિત કોંક્રીટ થોડા કલાકોમાં અત્યંત મજબૂત બની જાય છે. હવે તેની મદદથી ચંદ્ર પર આધાર બનાવી શકાય છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0