યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે ભારતીય કુસ્તીબાજોને મોટો ઝટકો આપ્યો છે. એક મોટો નિર્ણય લેતા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે ભારતીય કુસ્તીબાજોને મોટો ઝટકો આપ્યો છે. એક મોટો નિર્ણય લેતા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 45 દિવસમાં ચૂંટણી ન કરાવવાના કારણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કેટલાક મહિલા રેસલર્સે કેટલાક મહિના પહેલા રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રજ ભૂષણ શરણ સિંહ પર યૌન શોષણ જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ બ્રજ ભૂષણ શરણ સિંહે પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. રેસલિંગ એસોસિએશનની ચૂંટણી 15 જુલાઈ સુધી હાથ ધરવામાં ન આવતા હવે સભ્યપદ રદ કરવામાં આવી છે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા મહિલા રેસલિંગ ખેલાડીઓના યૌન શોષણના આરોપો બાદથી ઘણા વિવાદોમાં છે. સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવતા કુસ્તીબાજોએ ધરણા કર્યા હતા.
છેવટે, આ પછી, રમત મંત્રાલય દ્વારા ફેડરેશનના તમામ પદાધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી એડહોક કમિટી ફેડરેશનનું કામ સંભાળતી હતી. તે જ સમયે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.
COMMENTS