ચંદ્રયાન પછી સમુદ્રયાન મિશનની તૈયારીઓ પૂરજોશમાં, 6 કિમી ઉંડે જશે ત્રણ મરજીવાઓ

HomeCountryScience

ચંદ્રયાન પછી સમુદ્રયાન મિશનની તૈયારીઓ પૂરજોશમાં, 6 કિમી ઉંડે જશે ત્રણ મરજીવાઓ

ભારતનું મિશન ચંદ્રયાન -૩ સફળ રહયું છે. વિક્રમ રોવરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરતા ઇતિહાસ રચાયો હતો. ચંદ્રયાન પછી ભારત હવે સમુદ્રયાન મિશન

મોટો ખુલાસો: ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવાનું અમેરિકન ષડયંત્ર
“વ્હોટ્સએપ સ્ટેટસ અપલોડ કરતી વખતે ધ્યાન રાખો:” ધાર્મિક લાગણી દુભાવાના કેસને રદ્દ કરવાની અરજી ફગાવતી મુંબઈ હાઈકોર્ટ
મિશન 2024: AAP બેંગલુરુમાં વિપક્ષની બીજી બેઠકમાં હાજરી આપશે, દિલ્હી વટહુકમ પર કોંગ્રેસનું સમર્થન મળ્યું

ભારતનું મિશન ચંદ્રયાન -૩ સફળ રહયું છે. વિક્રમ રોવરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરતા ઇતિહાસ રચાયો હતો. ચંદ્રયાન પછી ભારત હવે સમુદ્રયાન મિશનની તૈયારીઓ કરી રહયું છે. નામ પ્રમાણે જ મિશન દરિયાઇ સંશોધન સાથે સંકળાયેલું છે. ભારતના વૈજ્ઞાનિકો સમુદ્રની ઉંડાઇ સુધી પહોંચવાના ટ્રાયલનો આરંભ કરશે. સમુદ્રયાનનો હેતું કોબાલ્ટ, નિકલ અને મેંગેનીઝ જેવી કીમતી ધાતુંઓ અને ખનીજો શોધવાનો છે

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ મરજીવા સંશોધકો સબમરીનમાં બેસીને ૬૦૦૦ મીટર ઉંડા પાણી નીચે જશે. રાષ્ટ્રીય મહાસાગર પ્રાધોગિકી સંસ્થાનના વૈજ્ઞાનિકો મત્સ્ય ૬૦૦૦ સબમરીન બનાવવા પ્રયત્નશીલ છે. આ મહત્વકાંક્ષી મિશનની સબમરીનનું નામ મત્સ્ય ૬૦૦૦ રાખવામાં આવશે. મત્સ્ય સબમરીન તૈયાર કરવામાં બે વર્ષ જેટલો સમય લાગશે. ૨૦૨૪માં ચેન્નાઇના કાંઠા નજીક બંગાળની ખાડીમાં આ સબમરીનનું ૫૦૦ મીટર ઉંડાઇએથી પરીક્ષણ કરવામાં આવશે.

આ મિશન ૨૦૨૬ સુધીમાં સાકાર થાય તેવી શકયતા છે. ગત સમયમાં પર્યટકોને ટાઇટેનિકનો કાટમાળ જોવા લઇ ગયેલી સબમરીને ટાઇટન ડૂબી ગયા બાદ ડિઝાઇનરો સબમરીનની ડિઝાઇન પર બારિકાઇથી નજર રાખી રહયા છે. દુનિયામાં અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાંસ અને ચીન જ માનવયુકત સબમરીન વિકસીત કરી શકયા છે. ભારતને જો સમુદ્રયાન અંર્તગત સફળતા મળશે તો દુનિયાનો છ્ઠો દેશ બનશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0