પોલીસ એલર્ટ: પીએમ સહિત અમદાવાદના મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી

HomeCountryGujarat

પોલીસ એલર્ટ: પીએમ સહિત અમદાવાદના મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પી.એમ. મોદી સહિત ઊડાવવાની ધમકી આપતો ઈ-મેઈલ મળતા પોલીસ સતર્ક બની છે અને સી.પી. જી.એસ. મલિકે કહ્યું છે કે સ્ટેડિયમન

‘મોદી’ સરનેમ કેસ: ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી સામે કેવિયેટ ફાઇલ કરી
PMJAY હેઠળ મૃત દર્દીઓની સારવાર માટે 6.9 કરોડ રુપિયા ચૂકવાયાઃ CAG
NCPનાં બે ફાડચા: શરદ પવાર પહોંચ્યા પાર્ટીની બેઠકમાંઃ અજીત પવારે બનાવી નવી ટીમ

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પી.એમ. મોદી સહિત ઊડાવવાની ધમકી આપતો ઈ-મેઈલ મળતા પોલીસ સતર્ક બની છે અને સી.પી. જી.એસ. મલિકે કહ્યું છે કે સ્ટેડિયમને કાંઈ નહીં થાય અને તમામ સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત છે. આમ છતાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.

એનઆઈએને વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યા પછી અમદાવાદના મોદી સ્ટેડિયમને પણ ઊડાવી દેવાની ધમકીનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈ-મેઈલ મોકલાનાર શખ્સે રૃા. પ૦૦ કરોડની ખંડણી અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈને પણ છોડી મૂકવાની માગ કરી છે. ધમકીને પગલે દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

ખાસ કરીને આગામી સમયમાં અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની છે ત્યારે ગુજરાત પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ છે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે મીડિયાને જણાવ્યું હતું કે, આ પ્રકારની અનેક વખત ધમકીઓ મળે છે. પોલીસ કોઈપણ સ્થિતિ માટે સજ્જ છે. અમદાવાદમાં મોદી સ્ટેડિયમ સુધી પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે. કોઈપણ અનિચ્છનિય ઘટના ના બને તે માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ગુજરાત પોલીસ અને પીએમની સુરક્ષા સંબંધિત તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. આ પ્રકારની ધમકી પછી મોદી સ્ટેડિયમની સુરક્ષાની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ મુંબઈમાં પણ પોલીસે સુરક્ષા વધારી દીધી છે.

ઈમેલ કરીને ધમકી આપનાર શખ્સે લખ્યું છે કે, ‘અમારે સરકાર પાસેથી લોરેન્સ બિશ્નોઈ અને પ૦૦ કરોડ જોઈએ છે. આ માંગ નહીં સ્વીકારાય તો વડાપ્રધાન મોદી સાથે મોદી સ્ટેડિયમને પણ ઊડાવી દઈશું. હિન્દુસ્તાનમાં બધું જ વેંચાય છે જેમાંથી અમે પણ કેટલુંક ખરીદ્યું છે. તમે ગમે તેટલી સુરક્ષા ગોઠવો પણ અમારાથી બચી નહીં શકો. વાત કરવી હોય તો આ ઈ-મેઈલથી જ કરજો.’

પંજાબમાં લોરેન્સ સામે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા સહિત ઘણાં કેસો નોંધાયેલા છે. અગાઉ તેણે સલમાન ખાનને પણ ધમકી આપી હતી અને કાળિયાર મારવાની ઘટનાને લઈને તેમનો સમુદાય સલમાનથી નારાજ હોવાનો દાવો કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, લોરેન્સ બિશ્નોઈ ર૦૧૪ થી જેલમાં બંધ છે અને તે જેલમાંથી સતત પોતાની ગેંગને ઓપરેટ કરી રહ્યો છે. પંજાબમાં લોરેન્સ સામે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા સહિત ઘણાં કેસો નોંધાયેલા છે.

શીખ જસ્ટિસના આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ધમકી આપી હતી. તેની તરફથી એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પરંતુ આતંકવાદ વર્લ્ડ કપ પ ઓક્ટોબરથી શરૃ થશે. ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે માત્ર ખાલિસની ઝંડાઓ જ જોવા મળશે. હરદીપસિંહ નિજ્જરની હતયાનો બદલો લેવામાં આવશે. પન્નુનો ઓડિયો તેના સમર્થકો અલગ-અલગ આઈડી પરથી વાયરલ કરી રહ્યા છે. આ સાથે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, આ ઓડિયો પન્નુએ પોતે જાહેર કર્યો હતો.

એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકીભરી ઓડિયો ક્લિપ જુદા જુદા વ્યક્તિઓને મોકલવામાં આવ્યો હતો. આ ઓડિયો ક્લિપમાં છેલ્લે ગુરતપતવંતસિંહ પન્નુ બોલવામાં આવે છે. ગુરતપતવંતસિંહ પન્નુ ભારત બહાર રહી ખાલિસ્તાન ચળવળના નામે ‘શીખ ફોર જસ્ટિસ’ના નામથી ઓર્ગેનાઈઝેશન ચલાવતો મુખ્ય સૂત્રધાર છે. જેને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યે છે.

એ પણ ઉલ્લેખિયન છે કે, અમદાવાદમાં વર્લ્ડ કપની પ મેચો રમાવાની છે. જેમાં એક મેચ રમાઈ ગઈ છે અને બાકીની ૪ મેચોમાં ભારત-પાકિસ્તાન સહિત વર્લ્ડ કપની ફાઈનલ સહિતની મહત્ત્વપૂર્ણ મેચો રમાવાની છે.

પોલીસ કમિશનર જી.એસ. મલિકે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ સજ્જ છે. સ્ટેડિયમ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. આ ઉપરાંત અલગ અલગ એજન્સી દ્વારા પણ મોનિટરીંગ કરવામાં આવશે. કોઈપણ ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ જ છે. એનઆઈએ એ પીએમ સિક્યોરીટી અને અન્ય રાજ્યોની પોલીસને એલર્ટ કરી દીધા છે. આ સાથે ઈ-મઈલ ક્યા આઈપી એડ્રેસ પરથી આવ્યો, તેની તપાસ શરૃ કરાઈ છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1