ગુજરાતમાં ભાજપ દ્વારા 15 થી 30 જાન્યુઆરી વચ્ચે તમામ લોકસભા મતક્ષેત્રમાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

HomeGujaratPolitics

ગુજરાતમાં ભાજપ દ્વારા 15 થી 30 જાન્યુઆરી વચ્ચે તમામ લોકસભા મતક્ષેત્રમાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

ગુજરાત ભાજપ દ્વારા લોકસભાની ચુંટણીને અનુલક્ષીને મહત્વ ના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમો અંગે પ્રદેશ કાર્યાલય ખાતે તમામ શહેર જિલ્લા પ

ચેક બાઉન્સનાં કેસમાં ત્રણ જણાનો નિર્દોષ છૂટકારો, વિદ્વાન વકીલ બિમલ સુખડવાલાએ અપાવ્યો ત્રણ જણાને ન્યાય
ગુજરાતની સોલાર ઊર્જાની ક્ષમતા 10,133 મેગા વોટને આંબી ગઈ: કેન્દ્રીય વીજ મંત્રી
Alert News: ડુમસ રોડ પર બીઆરટીએસ ડ્રાઇવરે સ્ટેશનમાંજ બસને ધડાકાભેર ઠોકી, ચારને ઇજા.

ગુજરાત ભાજપ દ્વારા લોકસભાની ચુંટણીને અનુલક્ષીને મહત્વ ના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમો અંગે પ્રદેશ કાર્યાલય ખાતે તમામ શહેર જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓની બેઠકમાં રાષ્ટ્રીરય મહામંત્રી અરૂણસિહ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મહામંત્રી રત્નારકર વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું. ભાજપના ઉમેદવારો જાહેર થતા પહેલા ચુંટણી કાર્યાલયો 2024ના પ્રારંભે ધડાધડ ખુલવા લાગશે.

ભાજપ દ્વારા તમામ 26 લોકસભા મત વિસ્તારમાં તા. 15 થી 30 જાન્યુઆરી વચ્ચે ચુંટણી કાર્યાલયોનો પ્રારંભ થશે. જે તે લોકસભા મતક્ષેત્રમાં આવતા ધારાસભા મતક્ષેત્રના કાર્યાલયો ફેબ્રુઆરી મહિનામાં ખુલશે. આગામી દિવસોમાં સમાજના જુદા જુદા વર્ગોની બેઠકો અને સંમેલનો થશે. પેઇઝ સમીતીની યોજના દ્વારા કાર્યકરો ઘર-ઘર સુધી ભાજપની વાત પહોંચાડશે. 26 મીએ રાજયમાં પ્રજાસતાક દિન નિમીતે તિરંગા યાત્રા નિકળશે. પ્રચાર-પ્રસાર અને ચુંટણી સંચાલન માટે ટુંક સમયમાં સમીતી જાહેર થશે. આજે પ્રદેશમાં યોજાયલ તેવી સ્થાાનીક કક્ષાની બેઠકો 4 દિવસમાં યોજાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રતભાઇ પટેલે રાજય સરકારની વિકાસ યાત્રાની ઝલક આપી હતી. ભાજપના મુખ્યે પ્રવકતા યમલ વ્યાસ અને મીડીયા ઇન્ચાર્જ યજ્ઞેશ દવેએ બેઠકમાં નક્કી થયેલ કાર્યક્રમોની રૂપરેખા પત્રકારોને આપી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0