રબ્બાની સિલસિલાનાં બુઝુર્ગ  હઝરત સૈયદ મકસુદ ગાઝી રબ્બાની (રેહ.અ)ની ચોથી વાર્ષિક ફાતેહા ખ્વાનીનું સુરતમાં ભવ્ય આયોજન,એકતા અને ભાઈચારાનાં સંદેશા સાથે નીકળ્યું જુલુસ

HomeGujarat

રબ્બાની સિલસિલાનાં બુઝુર્ગ હઝરત સૈયદ મકસુદ ગાઝી રબ્બાની (રેહ.અ)ની ચોથી વાર્ષિક ફાતેહા ખ્વાનીનું સુરતમાં ભવ્ય આયોજન,એકતા અને ભાઈચારાનાં સંદેશા સાથે નીકળ્યું જુલુસ

સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગષ્ટની પૂર્વ સંધ્યાએ અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરુપે સુરતમાં રબ્બાની સિલસિલા દ્વારા કોમી એકતા અને દેશભક્તિન

‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 15 લાખથી વધુ ફૂલ-છોડ આકર્ષણનું કેન્દ્ર
Alert News: ‘ક્રાઈમ પેટ્રોલ’ જોઈને ક્રિમિનલ બની માતા, પ્રેમીને પામવા પોતાના જ અઢી વર્ષના બાળકને પતાવી દીધો
સુરત મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોનના ગુમાસ્તા ધારામાં ચાલે છે પટાવાળા હિતેશ રાઠોડનું રાજ, બદલી થઈ ગઈ પણ ગુમસ્તાધારાનો ચાર્જ છોડ્યો નથી

સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગષ્ટની પૂર્વ સંધ્યાએ અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરુપે સુરતમાં રબ્બાની સિલસિલા દ્વારા કોમી એકતા અને દેશભક્તિના અનોખા સંગમ સાથે અધ્યાત્મિક જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જશ્ને મોહસીને સુરતના કાર્યક્રમમાં ચોથી વાર્ષિક ફાતેહાખ્વાની રાખવામાં આવી હતી. જેમાં સુરત સહિત દેશના અન્ય ભાગોમાંથી ધાર્મિક વડાઓની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી.

હઝરત સૈયદ મુફ્તી મોહમ્મદ મકસુદ ગાઝી રબ્બાનીની ચોથી વાર્ષિક ફાતેહા ખ્વાનીનું સમગ્ર આયોજન પીરે તરીકત,ડો. સૈયદ મહેમુદ રબ્બાનીની સરપરસ્તીમાં કરવામાં આવ્યું હતું,

ચોથી વાર્ષિક ફાતેહા ખ્વાની અંતર્ગત રેશમવાડ ખાતે આવેલી મસ્જિદે રિફાઈયાથી નીકળી જુલુસ અકબર શહીદ દરગાહ પર પહોંચ્યું હતું.અકદીતમંદોએ શ્રદ્વાસુમન અર્પિત કર્યા હતા અને દેશમાં ભાઈચારા અને કોમી એકતા તથા શાંતિ સલામતી માટે પ્રાર્થના કરી હતી.

મગરીબની નમાઝ બાદ હલકા શરીફ અને ઈશાની નમાઝ બાદ કુર્આન ખ્વાની, નાત, શરીફ તથા દુરુદો-સલામ પેશ કરવામાં આવ્યા હતા. અંતે નિયાઝ એટલે કે પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અકબરશહીદ ટેકરાની કમિટી અને અંજુમને રબ્બાની, અનવારે રબ્બાની, ફૈઝાને રબ્બાની કમિટી સહિત યુવાનો સહભાગી થયા હતા.

આવતીકાલે એટલે કે પંદરમી ઓગષ્ટની રાત્રે ફાતેહા ખ્વાનીનાં બીજા દિવસે ડો. સૈયદ મહેમુદ રબ્બાનીની સરપરસ્તીમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હઝરત ખ્વાજા દાના(ર.અ)ની જામેઅ મસ્જિદના ઈમામ સૈયદ મોહ્યુદ્દીન, મધ્યપ્રદેશના સતાનાનાં દારુલ ઉલુમ નૂરિયાના પ્રિન્સીપાલ સૈયદ રુસ્તમ અલી, મૌલાના મશહૂદ રઝા, મૌલાના ઈદ્રીસ રબ્બાની, મૌલાના ફારુક રબ્બાની,નૂર મસ્જિદના ઈમામ મૌલાના સિબ્તૈન રઝા સહિતના મૌલાના હાજર રહેશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0