વર્ષોથી લાયસન્સ સસ્પેન્ડ છતાં ઝોન પર પરેશનો ‘લાડુ’ બોલે છે સાંજ પછી સેન્ટ્રલ ઝોનમાં પરેશના પ્રસાદનો કર્ઝ ઉતારવામાં આવતો હોવાની વ્યાપક ચર્ચા

HomePoliticsNews

વર્ષોથી લાયસન્સ સસ્પેન્ડ છતાં ઝોન પર પરેશનો ‘લાડુ’ બોલે છે સાંજ પછી સેન્ટ્રલ ઝોનમાં પરેશના પ્રસાદનો કર્ઝ ઉતારવામાં આવતો હોવાની વ્યાપક ચર્ચા

સગરામપુરાના બાંધકામનું ડિમોલિશન કરવા પહોંચેલા સ્ટાફને અસલ ઘી વાળા લાડુ પધરાવ્યા! વર્ષોથી લાયસન્સ સસ્પેન્ડ હોવા છતાં સેન્ટ્રલ ઝોનના 60-70 ટકા ક

19 facts about military records that will impress your friends
આજતક ન્યુઝ ચેનલના સંજયસિંહ રાઠોડ અને સંદેશ ન્યુઝ ચેનલના આઝમ સાલેહ વિરુધ્ધ ગુનો નોંધાયો
પાલિકાની ઢીલી કામગીરીથી વ્યથિત યુવાન આત્મ વિલોપન કરશે

સગરામપુરાના બાંધકામનું ડિમોલિશન કરવા પહોંચેલા સ્ટાફને અસલ ઘી વાળા લાડુ પધરાવ્યા!

વર્ષોથી લાયસન્સ સસ્પેન્ડ હોવા છતાં સેન્ટ્રલ ઝોનના 60-70 ટકા કામ મેળવતા પરેશ લાડનું લાયઝનિંગ ખુબ સ્ટ્રોંગ હોવાથી નવનિયુક્ત ઝોનલ સુજલ પ્રજાપતિ પણ તેમના ક્રાઈટેરિયામાં ફીટ બેસી ગયા છે. અનેક બિલ્ડરો અને આર્કિટેક્ટ સાથે માથાપચ્ચી કરવાને બદલે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ એક માત્ર પરેશના લાડુ ચુપચાપ ગટકાવ્યા કરવાની નીતિ અપનાવી લીધી છે. RTIની આડમાં ધંધો કરતાં કેટલાંક લોકો પર પોલીસ દ્વારા લગામ કસવામાં આવ્યા બાદ પાલિકાના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો છે. 2 ચોપડી ભણેલા તત્વો પણ બરાબરના ખખડાવતા હોવાથી પાલિકાના અધિકારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હવે લગભગ આવા લોકોનો ત્રાસ ઘટી ગયો હોવાથી અધિકારીઓ ઠંડેકલેજે ખિસ્સા ગરમ કરી રહ્યાં છે.

તારીખ:૦૯/૦૬/૨૦૨૫,ના રોજ સવારે સગરામપુરા વિસ્તારમાં ડિમોલિશન માટે પહોંચેલી ટીમ પર પરેશનો લાડુ ભારે પડ્યો હતો. જેને કારણે ડિમોલિશનની કામગીરી અધુરી છોડીને પરત ફરી ગયેલા સ્ટાફને સંધ્યાકાળ સમયે લાભ મળવાના સંજોગો બન્યા છે. RTIના નામે તોડ કરતાં લોકોને હાથો બનાવીને પોતાની જ પાર્ટીના ખિસ્સા ખાલી કરાવવા માટે પરેશ લાડ બદનામ છે. આવા સંજોગોમાં સગરામપુરા વાળું બાંધકામ કોના હસ્તક થયું હતું અને તેનો વ્યવહાર કોણે સંભાળ્યો હતો તે તપાસનો વિષય છે

COMMENTS

WORDPRESS: 0
DISQUS: