આદિપુરુષને લઈ  વિરેન્દ્ર સેહવાગનું ટ્વીટ આવ્યું ચર્ચામાં, હવે બોલો, કટપ્પા ને બાહુબલી કો ક્યૂં મારા ?

HomeSportsEntertainment

આદિપુરુષને લઈ વિરેન્દ્ર સેહવાગનું ટ્વીટ આવ્યું ચર્ચામાં, હવે બોલો, કટપ્પા ને બાહુબલી કો ક્યૂં મારા ?

ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ હંમેશા પોતાની ટ્વીટને કારણે ચર્ચામાં રહે છે. હવે સેહવાગ આદિપુરુષ ફિલ્મ પર પોતાના ટ્વિટને લઈને ચર્ચામાં છે. આદિપુરુષ ફિલ્મ જ

હાઈકોર્ટે આદિપુરુષના નિર્માતાઓ-સેન્સર બોર્ડને જબરદસ્ત ફટકાર્યા, જાણો શું કહ્યું કોર્ટે
ભારે વિરોધ બાદ આદિપુરુષનો ‘કપડા તેરે બાપ કા’ ડાયલોગ બદલાયો, હનુમાનજીએ હવે શું કહ્યું, જાણો વધુ
કોર્ટે ‘આદિપુરુષ’ના નિર્માતાઓને ફટકાર લગાવી, પૂછ્યું- શું તમે દેશવાસીઓને મૂર્ખ માનો છો?

ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ હંમેશા પોતાની ટ્વીટને કારણે ચર્ચામાં રહે છે. હવે સેહવાગ આદિપુરુષ ફિલ્મ પર પોતાના ટ્વિટને લઈને ચર્ચામાં છે. આદિપુરુષ ફિલ્મ જોયા બાદ સેહવાગે ટ્વીટ કર્યું કે તેને ખબર પડી ગઇ છે કે બાહુબલીએ કટપ્પાને શા માટે માર્યો. તેના આ ટ્વીટ પર ફેન્સ કંઇ ને કંઇ કોમેન્ટ કરી રહ્યા છે અને ફિલ્મની મજાક ઉડાવી રહ્યા છે.

પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષને રિલીઝ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે અને ફિલ્મ તેના ડાયલોગ્સ અને પાત્રોના પોશાકના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. રામાયણના ખોટા અર્થઘટન, હોલીવુડ ફિલ્મોના દ્રશ્યો અને રામાયણના ઐતિહાસિક પાત્રોના કોસ્ચ્યુમની નકલ કરવા માટે ચાહકો ફિલ્મની મજાક ઉડાવી રહ્યા છે.

ત્યારે ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પણ આ ફિલ્મ પર કટાક્ષ કર્યો છે અને પ્રભાસની છેલ્લી બ્લોકબસ્ટર બાહુબલી સાથે સંબંધિત મજાક સાથે આદિપુરુષ વિશેના તેમના વિચારો શેર કર્યા છે. ટ્વિટર પર સેહવાગે મજાકમાં કહ્યું હતું કે, “કટપ્પાએ આદિપુરુષને જોયા બાદ બાહુબલીને મારી નાખ્યો.”

પ્રભાસના ચાહકોને સેહવાગનું ટ્વીટ પસંદ આવ્યું નથી. ઘણા ફેન્સને કહ્યું હતું કે સેહવાગે પ્રભાસની મજાક ના કરવી જોઈએ. એક યુઝરે લખ્યું કે, દોસ્ત આ જોક એક અઠવાડિયા જૂનો છે. તો અન્ય એક યુઝરે લખ્યું, “કોન હૈ રે તુ.” પોતાનો જૂનો ફોટો શેર કરતા એક યુઝરે લખ્યું, ‘તમને જોયા પછી મને સમજાયું કે લોકો ધર્મને કેમ નફરત કરવા લાગે છે.’ એક યુઝરે લખ્યું, “ઘણું મોડું થઈ ગયું, તમે પેઈડ ટ્વીટ માટે આટલી રાહ જોઈ?” અન્ય એક યુઝરે લખ્યું, “આખરે, તમે પણ આ તરફ ધ્યાન દોરવા માંગો છો, શું તમે વીરુ પાજી છો? આ તમારા સ્ટેટસને સૂટ નથી કરતું.

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષે પ્રથમ ત્રણ દિવસમાં કુલ રૂ.300 કરોડની કમાણી કરી હતી, પરંતુ ત્યાર બાદ ફિલ્મની કમાણી ઘટી છે. રિલીઝના આઠમા દિવસે ફિલ્મે તમામ ભાષાઓમાં માત્ર રૂ. 3.40 કરોડની કમાણી કરી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0