પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસના રાજકીય પ્રવાસે ઈજિપ્ત પહોંચ્યા. અહીં તેમનું એરપોર્ટ પર ઈજિપ્તના પ્રધાનમંત્રી મુસ્તફા મેડબોલીએ ઉષ્માભર્યુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસના રાજકીય પ્રવાસે ઈજિપ્ત પહોંચ્યા. અહીં તેમનું એરપોર્ટ પર ઈજિપ્તના પ્રધાનમંત્રી મુસ્તફા મેડબોલીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીના આગમન પર તેમનું ઔપચારિક સ્વાગત કરાયું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ઈજિપ્તની એક મહિલાએ યે દોસ્તી હમ નહીં તોડેંગે ગીત પણ તેમના સ્વાગતમાં ગાયું.
અત્રે જણાવવાનું કે છેલ્લા 26 વર્ષમાં કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીનો આ પહેલો ઈજિપ્ત પ્રવાસ છે. રવિવારે પીએમ મોદી ઈજિપ્તના રાષ્ટ્રપતિ અલ સિસિ સાથે મુલાકાત કરશે.
ભારતીય સમુદાયે પણ પીએમ મોદીનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત
અમેરિકાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કરીને જ્યારે પીએમ મોદી ઈજિપ્તની રાજધાની કાહિરાપહોંચ્યા તો ભારતીય સમુદાય પણ પીએમ મોદી માટે આતુરતાપૂર્વક વાટ જોઈને ઊભો હતો અને સ્વાગત માટે તત્પર જોવા મળ્યો હતો. તેમણે પીએમ મોદીને ‘ભારતના હીરો’ ગણાવ્યા અને તેમની ખુબ પ્રશંસા કરી. પીએમ મોદીએ પણ રિટ્સ કાર્ટલોન હોટલ ખાતે ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી.
પીએમ મોદી ભારતીય સમુદાયના લોકોને મળ્યા
પીએમ મોદીએ જ્યારે ઈજિપ્તમાં વસેલા ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી તો સમુદાયે પીએમ મોદીના અમેરિકી કોંગ્રેસમાં સંબોધનને વખાણ્યું. આ ઉપરાંત તેમના નેતૃત્વમાં જે રીતે ભારતનું અર્થતંત્ર પ્રગતિ કરી રહ્યું છે તેને પણ બિરદાવ્યું. ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોમાંથી એકે કહ્યું કે ‘તમે ભારતના હીરો છો’.
પીએમ મોદીએ મુલાકાત દરમિયાન કહ્યું કે સારા હિન્દુસ્તાન સબકા હિરો હૈ (આખુ હિન્દુસ્તાન બધાનું હીરો છે). એટલે કે સમગ્ર હિન્દુસ્તાન બધાનું હીરો છે. દેશના લોકો મહેનત કરે છે, દેશની પ્રગતિ થાય છે. આ તમારી મહેનતનું પરિણામ છે, તમારી તપસ્યા કામ કરે છે.
પીએમ મોદી બહોરા સમુદાયના લોકોને મળ્યા
પીએમ મોદીએ બહોરા સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી. આ બહોરા સમુદાયના લોકો ગુજરાત સાથે ગાઢ કનેક્શન ધરાવે છે. ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદી જ્યારે હોટલ પહોંચ્યા ત્યારે ‘મોદી મોદી’, ‘વંદે માતરમ’ અને ‘ભારતીય તિરંગો’ લહેરાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યું.
ગ્રાન્ડ મુફ્તી ડો. શોકી ઈબ્રાહીમ અબ્દેલ કરીમ આલમ સાથે મુલાકાત
પીએમ મોદીએ ઈન્ડિયા યુનિટ સાથે પેહલી બેઠકમાં બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરી. ઈન્ડિયા યુનિટ ઈજિપ્તના ટોચના મંત્રીઓનું એક ગ્રુપ છે. જેના પ્રમુખ ઈજિપ્તના પ્રધાનમંત્રી મુસ્તફા મેડબોલી છે. મોદીએ સમર્પિત ઉચ્ચસ્તરીય ઈન્ડિયા યુનિટના ગઠન માટે ઈજિપ્તનો આભાર માન્યો અને આ સાથે જ સરકારના વલણની પ્રશંસા કરી. પીએમ મોદીએ ઈજિપ્તના ગ્રાન્ડ મુફ્તી ડો. શોકી ઈબ્રાહીમઅબ્દેલ કરીમ આલમ સાથે પણ મુલાકાત કરી.
શું છે રવિવારનો કાર્યક્રમ
પીએમ મોદી રવિવારે રાષ્ટ્રપતિ ફતહ અલ સીસી સાથે મુલાકાત કરશે. તેઓ રવિવારે દાઉદી વહોરા સમુદાયની મદદતી બહાલ કરાયેલી 11મી સદીની અલ હકીમ મસ્જિદ પણ જશે. મસ્જિદનું નિર્માણ ફાતિમિદ વંશના શાસન દરમિયાન કરાયું હતું. ભારતમાં બોહરા સમુદાય વાસ્તવમાં ફાતિમિદ વંશથી ઉત્પન્ન થયો હતો. કાહિરામાં પોતાના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી હેલિયોપોલિસ કોમનવેલ્થ વોર ગ્રેવ સીમેટ્રીની મુલાકાત પણ લેશે. જે એક પવિત્ર સ્થળ છે અને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઈજિપ્ત તથા પેલેસ્ટાઈનમાં સેવા કરનારા તથા શહીદ થયેલા ભારતીય સેનાના લગભગ 3799 સૈનિકોની યાદમાં બનાવવામાં આવેલું સ્મારક છે.
COMMENTS