રશિયાનું મિશન મૂન ફેલ, લુના-25 ક્રેશ થયું, ચંદ્ર સાથે અથડાયા બાદ આવી ખામી

HomeInternationalScience

રશિયાનું મિશન મૂન ફેલ, લુના-25 ક્રેશ થયું, ચંદ્ર સાથે અથડાયા બાદ આવી ખામી

રશિયાનું લુના-25 અવકાશયાન ક્રેશ થયું છે. રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસ લુના-25 ચંદ્ર પર ઉતરતા પહેલા ચંદ્રની સપાટી સાથે અથડાઈ ગઈ છે. સ્પેસ એજન્સીએ એક ન

પહેલી જાન્યુઆરીથી નાની બચતના વ્યાજદરોમાં થઈ શકે વધારો
ગુજરાત સરકારની લાલ આંખ: અંકલેશ્વરમાં ખળભળાટ, વક્ફ બોર્ડના બોગસ સર્ટિફ્કેટ બનાવનારા મૌલાના સલીમ રાવત સામે ફરિયાદ દાખલ
કર્ણાટકમાં બ્લાસ્ટનું કાવતરું! ISISનાં પાંચ આતંકવાદીઓની ધરપકડ, 7 પિસ્તોલ, 4 વોકી-ટોકી મળી

રશિયાનું લુના-25 અવકાશયાન ક્રેશ થયું છે. રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસ લુના-25 ચંદ્ર પર ઉતરતા પહેલા ચંદ્રની સપાટી સાથે અથડાઈ ગઈ છે. સ્પેસ એજન્સીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે શનિવારે બપોરે 2.57 કલાકે લુના-25નો સંપર્ક તૂટી ગયો હતો. અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવશે.

11 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું

જણાવી દઈએ કે રશિયાએ 10 ઓગસ્ટે લુના-25 લોન્ચ કર્યું હતું અને તેણે ચંદ્ર સુધી પહોંચવા માટે સૌથી સીધો માર્ગ લીધો છે. લુના-25 લોન્ચ થયાના 11 દિવસમાં જ લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું. આ સાથે, રશિયાએ ચંદ્ર મિશનમાં ઐતિહાસિક પુનરાગમન કર્યું, પાંચ દાયકા પહેલા પ્રથમ વખત, રશિયાએ વર્ષ 10976માં એટલે કે સોવિયત યુગ દરમિયાન ચંદ્ર પર લુના-24 મોકલ્યું હતું. તે 21 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડ થવાનું હતું.

લુના 25 મિશનનો ઉદ્દેશ ચંદ્ર ધ્રુવીય રેગોલિથ (સપાટી સામગ્રી) અને ચંદ્ર ધ્રુવીય એક્ઝોસ્ફિયરના પ્લાઝ્મા અને ધૂળના ઘટકોની રચનાનો અભ્યાસ કરવાનો હતો. જણાવી દઈએ કે બુધવારે રશિયાનું લુના-25 ચંદ્રયાન-3 સાથે ચંદ્રની ભ્રમણકક્ષામાં જોડાયું હતું અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેના લેન્ડિંગ માટે તૈયાર હતું.

ચંદ્રયાન-3 ચંદ્રથી 25 કિ.મી દુર

બીજી તરફ, ભારતના મહત્વાકાંક્ષી મિશન મૂન હેઠળ, ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે. ભારતનું ચંદ્રયાન-3 ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. રવિવારે મોડી રાત્રે જ્યારે આખો દેશ 2 થી 3 વાગ્યાની વચ્ચે સૂઈ ગયો હતો, ત્યારે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રની સૌથી નજીક પહોંચી ગયું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અનુસાર, હવે ચંદ્રથી તેનું અંતર માત્ર 25 કિલોમીટર છે. અગાઉ તે 113 કિમી x 157 કિમીની ભ્રમણકક્ષામાં હતું.

હવે 23 તારીખે સફળ ઉતરાણની રાહ જોવાઈ રહી છે

બીજા ડિબૂસ્ટિંગ ઓપરેશને ભ્રમણકક્ષાને 25 કિમી x 134 કિમી સુધી ઘટાડી દીધી. હવે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી માત્ર 25 કિલોમીટર દૂર છે. હવે બસ 23 સફળ ઉતરાણની રાહ જોઈ રહી છે. લેન્ડિંગ પહેલા મોડ્યુલને આંતરિક તપાસમાંથી પસાર થવું પડશે. ઈસરોના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વખતે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0